ગુજરાતી English
ગુજરાતી English
Campus

કેમ્પસ વિશે

સમગ્ર વિશ્વ કડવા પાટીદારોનું નેતૃત્વ કરતી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા, સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની દિશામાં અગ્રેસર છે. ઊંઝા સંસ્થાન દ્વારા સમગ્ર ગુજરાતના આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી-પ્લોટ, બેન્ક્વેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા-જુદા વિભાગોનું “મા ઉમિયાધામ” કેમ્પસ, સોલા, અમદાવાદ ખાતે નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરના પ્રજાજનોની આસ્થા અને શ્રદ્ધા ના કેન્દ્ર સમાન મા ઉમિયાના મંદિરની ઈન્તેજારી આ ધર્મસંકુલથી પૂર્ણ થશે. આ મંદિરનું નિર્માણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિવિધાનથી થશે. નાતજાતના ભેદ કે ધર્મના બંધન વગર સૌ કોઈ લાભ લઈ શકશે. અને જેવી સ્પર્ધાત્મકની તૈયારી માટે ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સીલ માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. કુલ ૧૩ માળના બિલ્ડીંગમાં ૪૧૬ રૂમો માં ૧૨૪૮ થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ રહી શકે એવી અત્યાધુનિક હોસ્ટેલ સાથે વર્કિંગ ભાઈ-બહેનો માટે હોસ્ટેલનું નિર્માણ થશે. અત્યાધુનિક પાર્ટી-પ્લોટ, બેન્ક્વેટ હોલનું નિર્માણ થશે. હોસ્ટેલ બિલ્ડીંગ અંદર ઈનડોર ગેમ અને ઈ-લાયબ્રેરી, ફિટનેસ ઝોન અને અત્યાધુનિક સગવડો હશે.

સમગ્ર પ્રોજેક્ટ અંદાજીત ૧૫૦૦ કરોડ ના ખર્ચે કુલ ૭૪૦૦૦ ચોરસવાર જગ્યામાં બનશે.